Friday, May 4, 2018

-( પાંચ ચોપડી ભણેલી - ફાઈવસ્ટાર ડાયેટિશ્યન )-ગીતા બહેન પટેલ -ખાલી પાંચ ચોપડી ભણેલા…પણ,એમની...

-( પાંચ ચોપડી ભણેલી - ફાઈવસ્ટાર ડાયેટિશ્યન )-


ગીતા બહેન પટેલ -

ખાલી પાંચ ચોપડી ભણેલા…

પણ,

એમની કોઠાસૂઝ ગજબની !


એમના પતિ કરસનભાઈને -

ડૉક્ટર ભાવસાર સાહેબે આ વખતે તો ચોક્ખા શબ્દોમાં કીધું કે -

હવે ડાયાબિટીસ કાબૂમાં નહિં રાખો…

તો,

પગ કપાવવો પડશે !


આ છેલ્લી વખતનું ઓપરેશન છે…

જો ‘સડો’ હાડકામાં પહોંચ્યો…

તો,

આટલા ડાયાબિટીસને લીધે - 'સેપ્ટિસિમીયા’ થઈ આખા શરીરમાં એનું ઝેર પહોંચી શકે છે !


જો એવું થાય તો,

ઝેરનાં લીધે -

કિડની, લિવર , મગજ , ફેફસાં અને હૃદય બધું જ ઠપ થઈ જાય !


ગીતા બહેને પણ આ વાતને ગંભીરતાથી લીધી.


એમણે ભાવસાર સાહેબને પૂછ્યું કે -

પહેલા તો એક ગોળી થી ડાયાબિટીસ કાબૂમાં આવતો હતો…

પછી,

ધીમે ધીમે બે, ત્રણ, ચાર ગોળીઓ અને પાછળથી તો એ પણ અસર કરતી ન હતી.


હવે તો ઈન્સ્યુલીનના ઈંજેકશન પણ થાકી ગયા હતા.


આ વખતનો એચ. બી. એ. વન. સી રિપોર્ટ ૧૨.૫ હતો,

ફાસ્ટિંગ ૨૨૦ અને પી.પી.બી.એસ. ૪૫૦.


દિવસે દિવસે પરિસ્થિતિ બેકાબૂ બનતી હતી…

એમાં -

હવે પગમાં કશું વાગી જાય તો -

ખબર પણ પડતી ન હતી !


જ્યારે પાકે અને રસી નીકળે…

ત્યારે -

કોઈ કહે તો જ કરસનભાઈનું ધ્યાન જાય.


એમને પગનાં તળિયામાં સોય વાગે કે કાચ કોઈ જ વેદના ના થાય.


આનું કારણ જાણવા ગીતાબહેને સાહેબને વિનંતી કરી…


ડૉક્ટર ભાવસારે જણાવ્યું કે -

લાંબા ગાળાના ડાયાબિટીસમાં આખા શરીરની લોહીની નળીઓ અને ચેતાઓ સૂઝી જાય છે.


હૃદય, કિડની, મગજ વગેરે અંગો ખરાબ થઈ જાય છે.


હૃદય અને મગજમાંથી -

વિવિધ અંગો હાથ પગ તરફ આવતી જતી ચેતાઓ પણ સૂઝીને બિનકાર્યક્ષમ થઈ જાય છે.


આ બધાને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે…

અને,

સંવેદના પણ જતી રહે છે.


એટલે -

નાનું મોટું વાગવાનું થાય તો ખબર પડતી નથી.


ગીતા બહેને પૂછ્યું કે -

સારામાં સારા ડાયાબિટીસના ડૉક્ટરોને બતાવવા છતાં પણ…

આ રોગ કેમ કાબૂમાં નથી આવતો ?


ડૉ. ભાવસારે જૂની બધી ફાઈલો અને રિપોર્ટ તપાસ્યાં.


ડૉક્ટરો તો બધાં ડીગ્રીધારી હતાં,

કોઈ ઊંટવૈદ પાસે તો એ લોકો જતાં ન હતાં.


દવાઓ પણ બધી જ સારી અને સ્ટાન્ડર્ડ હતી…


તો પછી -

પાંચ જ વર્ષમાં આ હાલત શા માટે ?


ડૉક્ટરે કઢાવી કરસનભાઈનાં ખોરાક (ભોજન) ની આદતોને…


ઊંડા ઊતરતા ખબર પડી કે -

એમને 'બે’ વખત પેટ ભરીને જમવાની આદત હતી.


આખા દિવસનો ખોરાક ખૂબ વધારે હતો…


પાછી,

તેમની આદત હતી કે -

બંને વખત પેટ ભરીને દબાવીને ઓડકાર આવે એમ ખાવું !


પાછું વચ્ચે-વચ્ચે નાસ્તા ફરસાણ અને ચાર-પાંચ વખત ચા-પાણી…


આ બધી આદતો -

ડાયાબિટીસનાં દર્દી માટે તો આપઘાત કરવા બરાબર કહેવાય !!


બીજું,

કરસનભાઈ જમવામાં માત્ર રોટલી , ભાખરી, પરોઠા અને શાક જ ખાતાં હતાં.


બધા ડૉક્ટરોએ -

એમને ભાત - બટાકા - ખાંડ - ગોળ -આઈસ્ક્રીમ - મિઠાઈથી દૂર રહેવાનું કીધું હતું.


એ બધી પરેજીઓનું એ ચુસ્ત પાલન કરતાં હતાં…


from Tumblr https://ift.tt/2rkgYNX
via IFTTT

No comments:

Post a Comment