સત્યાર્થ-સૂત્ર-સંગ્રહ - ભાગ ૧/૮
(સત્યાર્થપ્રકાશના ૧૧મા સમુલ્લાસમાંથી ચૂંટેલાં કેટલાંક અગત્યનાં વાક્યોનો સંગ્રહ)
—————
૧. વેદવિદ્યાહીન લોકોની કલ્પના બધી રીતે સત્ય તો કેવી રીતે હોઈ શકે છે ?
૨. ઈશ્વર સિવાય બીજા દિવ્ય ગુણવાળા પદાર્થો અને વિદ્વાનોને પણ ‘દેવ’ ન માનવા એ ઠીક નથી.
૩. જેવો સત્યોપદેશથી સંસારને લાભ પહોંચે છે, તેવી જ અસત્યોપદેશથી સંસારની હાનિ થાય છે.
૪. જા તમે પરમેશ્વરનું ભજન કરતાં હોત તો તમારો આત્મા પણ પવિત્ર હોત.
૫. જા તમે ભીતરથી શુદ્ધ હોત તો તમારાં બહારનાં કામ પણ શુદ્ધ હોત.
૬. ‘કલિયુગ’ તો સમયનું નામ છે. સમય નિષ્ક્રિય હોવાથી એ કંઈ ધર્મ-અધર્મ કરવામાં સાધક-બાધક બનતો નથી.
૭. આ બધાં (ગિરી, પુરી, ભારતી વગેરે સંન્યાસીઓનાં) દસ નામ પાછળથી કલ્પિત કરવામાં આવ્યાં છે; એ કાંઈ સનાતન નથી.
૮. મનુષ્યનું ખરી આંખ વિદ્યા જ છે. વિદ્યા-શિક્ષા વિના જ્ઞાન થઈ શકતું નથી.
૯. જેઓ બચપણમાં ઉત્તમ શિક્ષા - શિક્ષણ મેળવે છે, તેઓ જ ‘મનુષ્ય’ અને વિદ્વાન થાય છે.
૧૦. જે મનુષ્ય જ્ઞાની-ધાર્મિક સત્પુરુષોનો સંગી, યોગી, પુરુષાર્થી, જિતેન્દ્રિય અને સુશીલ હોય છે, તે જ ધર્મ-અર્થ-કામ-મોક્ષને પ્રાપ્ત કરીને આ જન્મ અને પરજન્મમાં હંમેશાં આનંદમાં રહે છે.
[સંપાદન - ભાવેશ મેરજા]
from Tumblr https://ift.tt/2D13YUS
via IFTTT
No comments:
Post a Comment