🔥ઓ३મ🔥
💥અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ💥
🌼ગાયત્રી મંત્ર 🌼
☀️ઓ३મ્ ભૂર્ભુવઃ સ્વઃ।તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ।ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।☀️(યજુ०અ-36-મં/3)
☸️જે પરબ્રહ્મ પરમાત્મા નું સર્વોત્તમ નામ ઓ३મ્ છે જે જગતના પ્રાણદાતા દુઃખહર્તા, સુખદાતા અને સત્ ચિત્ આનંદસ્વરૂપ છે. જે સકળ જગતના ઉત્પાદક, પાપનાશક, વિજ્ઞાન સ્વરૂપ છે. અને અતિ ઉત્તમ પૂજવા યોગ્ય છે. તે પ્રકાશમાન પરમાત્માનું ગ્રહણ કરવા યોગ્ય નામ અને તેજ નું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમેશ્વર અમારી બુદ્ધિ ને દુરાચાર - ખરાબ કામોથી અલગ કરી સદાચાર - સારા કામોમાં પ્રેરિત કરે. ☸️
☀️આચમન મંત્ર☀️
(હવે, જમણા હાથમાં જળ લઈ નિમ્ન મંત્ર બોલી ત્રણ વખત આચમન કરવું)
🔥ઓ३મ્ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંયોરભિસ્ત્રવન્તુ નઃ।।(યજુ०અ-36-મં-12)
💥હે સર્વવ્યાપક, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ, શુભકામનાઓને પૂર્ણ કરનાર, પરમાત્મા આપ કૃપા કરી અમારા બધાજ દુઃખો દૂર કરો તથા અમને મનોવાંછિત સુખ તથા પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ કરાવો. હે પરમાત્મા અમને સદા સર્વદા શાંતિ આપો. 💥
☘️ઇન્દ્રિય સ્પર્શ મંત્ર ☘️
(ડાબા હાથ માં પાણી લઈ જમણા હાથની વચ્ચેની બે આંગળીઓ તેમાં બોળી લખેલા મંત્ર બોલી શરીર ના તે તે ભાગોનો નીચે મુજબ સ્પર્શ કરવો.
⚛️ ઓં વાક્ વાક્ ।⚛️
(નાક ની બન્ને બાજુએ સ્પર્શ કરવો)
હે પરમાત્મા અમારી વાણી યશ અને બળવાન બને.
⚛️ઓં પ્રાણઃ પ્રાણઃ ।⚛️
(નાક ની બન્ને બાજુ એ)
હે પરમાત્મા અમારો પ્રાણ યશ અને બળવાન બને.
⚛️ઓં ચક્ષુઃ ચક્ષુઃ।⚛️
(બન્ને આંખો ને સ્પર્શ કરો)
હે પરમાત્મા અમારી બન્ને આંખો યશ અને બળવાન બને.
⚛️ઓં શ્રોત્રં શ્રોત્રમ્।⚛️
(બન્ને કાનો ને સ્પર્શ કરો)
હે પરમાત્મા અમારા બન્ને કાન યશ અને બળવાન બને.
⚛️ઓં નાભિઃ। ⚛️
(નાભિ ને સ્પર્શ કરો.)
હે પરમાત્મા અમારી નાભિ યશ અને બળવાન બને.
⚛️ઓં હ્રદયમ્। ⚛️
(હ્રદય ઉપર સ્પર્શ કરો)
હે પરમાત્મા અમારુ હ્રદય યશ અને બળવાન બને.
⚛️ઓં કંઠઃ। ⚛️
(કંઠ ઉપર સ્પર્શ કરવો.)
હે પરમાત્મા અમારો કંઠ મધુર અને બળવાન બને.
⚛️ઓં શિરઃ। ⚛️
(માથા ઉપર સ્પર્શ કરવો.)
હે પરમાત્મા અમારૂ શિર બળવાન બને.
⚛️ઓં બાહુભ્યાં યશોબલમ્ ।⚛️
(બન્ને ભુજાઓને સ્પર્શ કરો.)
હે પરમાત્મા અમારી બન્ને ભુજાઓ યશ અને બળવાન બને.
⚛️ઓં કરતલકરપૃષ્ઠે। ⚛️
(બન્ને હથેળી ઓ ઉપર)
હે પરમાત્મા અમારી બન્ને હથેળીઓ યશ અને બળવાન બને.
#ભાવાર્થ - હે અન્તર્યામિન્ પ્રભો ! આપની કૃપાથી અમે સ્વસ્થ સંપન્ન અને યશસ્વી વાણી, પ્રાણ, નેત્ર, કાન, નાભિ, હ્રદય, કંઠ, શિર, ભુજા, હથેળી કરપૃષ્ઠવાળા
☸️માર્જન મંત્ર ☸️
(ફરી ડાબા હાથ માં જળ લઇને જમણા હાથ ની અનામિકા અને અંગુઠા થી, મંત્ર પાઠ પછી, સંબન્ધિત અંગો પર જળ છાંટવું)
⚛️ઓં ભૂઃપુનાતુ શિરસિ ।
⚛️ઓં ભુવઃ પુનાતુ નેત્રયોઃ।
⚛️ઓં સ્વઃ પુનાતુ કંઠે ।
⚛️ઓં મહઃ પુનાતુ હ્રદયે ।
⚛️ઓં જનઃ પુનાતુ નાભ્યામ્ ।
⚛️ઓં તપઃ પુનાતુ પાદયોઃ।
⚛️ઓં સત્યં પુનાતુ પુનઃ શિરસિ ।
⚛️ઓં ખં બ્રહ્મ પુનાતુ સર્વત્ર ।।
☸️હે પ્રાણધાર, દુઃખ વિનાશક સર્વસુખપ્રદાતા, મહાનતમ, જગત ઉત્પાદક, જ્ઞાન સ્વરૂપ, અવિનાશી, સર્વત્ર વ્યાપક પરમેશ્વર ! આપની કૃપાથી અમારા મસ્તિષ્ક, નેત્ર, કંઠ, હ્રદય, નાભિ, પગ, શિર હંમેશા પવિત્ર રહે.
💥પ્રાણાયામ મંત્ર💥
(આ રીતે માર્જન કર્યા પછી હવે બાહ્ય, આભ્યંન્તર, સ્તંભવૃત્તિ, બાહ્યાભ્યન્તર, વિષયોક્ષેપી પ્રાણાયામ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ ૨૧ વખત યથાશક્તિ વિધિવત્ કરવા અને તે વખતે નિમ્ન મંત્રોનો જાપ કરતા રહેવું)
⚛️ઓં ભૂઃ।ઓં ભૂવઃ।ઓં સ્વઃ।ઓં મહઃ।ઓં જનઃ। ઓં તપઃ। ઓં સત્યમ્।। ⚛️(તૈતિ०10/27)
☸️પ્રાણ સ્વરૂપ, પ્રાણોથી પ્રિય, દુઃખ દૂર કરવાવાળા, સર્વવ્યાપક, આનંદ સ્વરૂપ, બધાથી મોટો, બધાનો પિતા, દુષ્ટ ને દુઃખ આપનાર, બધાને જાણવાવાળો અને અવિનાશી પ્રભુ છે. ☸️
💥અઘમર્ષણ મંત્ર💥
⚛️ઓ३મ્ ઋતંચ સત્યંચાભીદ્ધાત્તપસોડધ્યજાયત।
તતો રાત્ર્યજાયત તતઃ સમુદ્રો અર્ણવઃ।।ઋગ્०10/190/1)
☸️પરમેશ્વર ના અનંત સામર્થ્ય વડે વેદ વિદ્યા અને કાર્ય કરતું જગત ઉત્પન્ન થયું, તેના જ સામર્થ્ય વડે પ્રલય તથા તેનાજ સામર્થ્ય વડે પાણિના સમુદ્રો બન્યા. ☸️
⚛️ઓ३મ્ સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત ।
અહોરાત્રાણિ વિદધદ્વશ્વસ્ય મિષતો વશી ।।(ઋગ્०10/190/2)
☸️હે સર્વનિયંતા ભગવન્! આપે આપના સહજ સ્વભાવથી જળના સમુદ્રો વગેરે ઉત્પન્ન કર્યા પછી વર્ષ, દિવસ અને રાતનું નિર્માણ કર્યું છે.
⚛️ઓ३મ સૂર્યાચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમકલ્પયત્।
દિવંચ પૃથ્વીંચાન્તરિક્ષમથો સ્વઃ।।(ઋગ્०10/190/3)
☸️પરમાત્માએ સૂર્ય, ચંદ્ર, દ્યૌલોક, પૃથ્વી લોક તથા આકાશમાં ફરતા દિવ્ય લોક-લોકાન્તરોની રચના, જેવી પહેલા સૃષ્ટિ બનાવી હતી તેવી જ આ સૃષ્ટિ માં બનાવી.
⚛️ઓ३મ્ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંયોરભિસ્ત્રવન્તુ નઃ।।(યજુ०અ-36-મં/12)
☸️હે સર્વવ્યાપક, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ, શુભકામનાઓને પૂર્ણ કરનાર, પરમાત્મા આપ કૃપા કરી અમારા બધાજ દુઃખો દૂર કરો અને મનોવાંછિત સુખ તથા પૂર્ણ આનંદ પ્રાપ્તિ કરાવો, હે પરમાત્મા અમને સદા સર્વદા સુખ શાંતિ આપો.
💥મનસા પરિક્રમા મંત્ર💥
from Tumblr https://ift.tt/2Lm00e6
via IFTTT