Monday, July 23, 2018

🔥ઓ३મ🔥🍁અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 🍁💥પ્રાણાયામ મંત્ર💥(આ રીતે માર્જન કર્યા પછી હવે બાહ્ય,...

🔥ઓ३મ🔥

🍁અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 🍁


💥પ્રાણાયામ મંત્ર💥


(આ રીતે માર્જન કર્યા પછી હવે બાહ્ય, આભ્યંન્તર, સ્તંભવૃત્તિ, બાહ્યાભ્યન્તર, વિષયોક્ષેપી પ્રાણાયામ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ ૨૧ વખત યથાશક્તિ વિધિવત્ કરવા અને તે વખતે નિમ્ન મંત્રોનો જાપ કરતા રહેવું)


⚛️ઓં ભૂઃ।ઓં ભૂવઃ।ઓં સ્વઃ।ઓં મહઃ।ઓં જનઃ। ઓં તપઃ। ઓં સત્યમ્।। ⚛️


☸️પ્રાણ સ્વરૂપ, પ્રાણોથી પ્રિય, દુઃખ દૂર કરવાવાળા, સર્વવ્યાપક, આનંદ સ્વરૂપ, બધાથી મોટો, બધાનો પિતા, દુષ્ટ ને દુઃખ આપનાર, બધાને જાણવાવાળો અને અવિનાશી પ્રભુ છે. ☸️


💥અઘમર્ષણ મંત્ર💥


⚛️ઓ३મ્ ઋતંચ સત્યંચાભીદ્ધાત્તપસોડધ્યજાયત।

તતો રાત્ર્યજાયત તતઃ સમુદ્રો અર્ણવઃ।।


☸️પરમેશ્વર ના અનંત સામર્થ્ય વડે વેદ વિદ્યા અને કાર્ય કરતું જગત ઉત્પન્ન થયું, તેના જ સામર્થ્ય વડે પ્રલય તથા તેનાજ સામર્થ્ય વડે પાણિના સમુદ્રો બન્યા. ☸️


⚛️ઓ३મ્ સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત ।

અહોરાત્રાણિ વિદધદ્વશ્વસ્ય મિષતો વશી ।।


☸️હે સર્વનિયંતા ભગવન્! આપે આપના સહજ સ્વભાવથી જળના સમુદ્રો વગેરે ઉત્પન્ન કર્યા પછી વર્ષ, દિવસ અને રાતનું નિર્માણ કર્યું છે.


⚛️ઓ३મ સૂર્યાચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમકલ્પયત્।

દિવંચ પૃથ્વીંચાન્તરિક્ષમથો સ્વઃ।।


☸️પરમાત્માએ સૂર્ય, ચંદ્ર, દ્યૌલોક, પૃથ્વી લોક તથા આકાશમાં ફરતા દિવ્ય લોક-લોકાન્તરોની રચના, જેવી પહેલા સૃષ્ટિ બનાવી હતી તેવી જ આ સૃષ્ટિ માં બનાવી.


⚛️ઓ३મ્ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।

શંયોરભિસ્ત્રવન્તુ નઃ।।


☸️હે સર્વવ્યાપક, કલ્યાણકારી, આનંદ સ્વરૂપ, શુભકામનાઓને પૂર્ણ કરનાર, પરમાત્મા આપ કૃપા કરી અમારા બધાજ દુઃખો દૂર કરો અને મનોવાંછિત સુખ તથા પૂર્ણ આનંદ પ્રાપ્તિ કરાવો, હે પરમાત્મા અમને સદા સર્વદા સુખ શાંતિ આપો.


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2LjYeKM
via IFTTT

No comments:

Post a Comment