Monday, July 23, 2018

🔥ઓ३મ🔥 ☘️અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ 💥મનસા પરિક્રમા મંત્ર💥⚛️ઓ३મ્...

🔥ઓ३મ🔥


☘️અથ વૈદિક સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ


💥મનસા પરિક્રમા મંત્ર💥


⚛️ઓ३મ્ પ્રાચીદિગગ્નિરધિપતિરસિતો રક્ષિતાદિત્યા ઈષવઃ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પૂર્વદિશા ના સ્વામી તેજસ્વી,બન્ધનરહિત, સર્વ રક્ષક, પ્રકાશસ્વરૂપ, શક્તિમાન, પરમેશ્વર ! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.

જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમો કોઈનાથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો ! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ દક્ષિણાદિગિન્દ્રોડધિપતિસ્તિરશ્ચિરાજી રક્ષિતા પિતર ઈષવઃ ।તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે દક્ષિણ દિશાના સ્વામી સમ્પૂર્ણ ઐશ્વર્યયુક્ત કીટ પતંગ,વીંછી વગેરે થી અમારી રક્ષા કરનાર જગત ને ઉત્પન્ન કરનાર, પાલનકર્તા પરમાત્મન્ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો ! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ પ્રતીચી દિગ્વરુણોઽધિપતિઃ પૃદાકૂ રક્ષિતાન્નમિષવઃ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પશ્ચિમ દિશાના સ્વામી સર્વેશ્વર, સર્પાદિ વિષધર પ્રાણીઓથી અમને રક્ષણ આપનાર, અન્ન આપનાર ભગવન્! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઇથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ ઉદીચી દિકાસોમોઽધિપતિઃ સ્વજો રક્ષિતાશનિરિષવઃ ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।


☸️હે પરમાત્મા! તમે અમારી ડાબી તરફ (હ્રદય આકાશ) માં વ્યાપક છો. તમે અમારા પરમ ઐશ્વર્ય સ્વામી અને રક્ષા કરવાવાળા છો. તમોજ વિદ્યુત દ્વારા અમારી રૂધીર ની ગતિ તથા પ્રાણોની રક્ષા કરો છો. આપની આ રક્ષા કરવા તથા અમને જીવન આપવા બદલ તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જો અજ્ઞાનતાથી કોઈ જીવ અમારા પ્રત્યે ઈર્ષા દ્વેષ ભાવ રાખે અથવા અમે બીજા જીવ પ્રત્યે ઈર્ષાદ્વેષભાવ રાખીએ તે અંગે આપ જે ન્યાય કરો તે અમને માન્ય છે.☸️


⚛️ઓ३મ્ ધ્રુવા દિગ્વિષ્ણુરધિપતિઃ કલ્માષણગ્રીવોરક્ષિતા વીરુધ ઈષવઃ ।તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।


☸️હે પરમાત્મા! આપ અમારી નીચેનાં સ્થાનોમાં વિદ્યમાન છો. વૃક્ષો - વેલાઓ વગેરે વનસ્પતિઓ દ્વારા અમારા પ્રણોની રક્ષા કરો છો. આપની આ કૃપા બદલ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


⚛️ઓ३મ્ ઊર્ધ્વા દિગ્ બૃહસ્પતિરધિપતિઃ શ્વિત્રો રક્ષિતા વર્ષમિવઃ ।

તેભ્યો નમોઽધિપતિભ્યો નમો રક્ષિતૃભ્યો નમ ઈષુભ્યો નમ એભ્યો અસ્તુ ।

યોડસ્માન્ દ્વેષ્ટિ યં વયં દ્વિષ્મસ્તં વો જમ્ભે દધ્મઃ ।।

☸️હે મહાન પ્રભુ! તમે તમે ઉપર ના લોકોમાં વ્યાપક પવિત્ર છો. અમારા સ્વામી તથા રક્ષક છો. તમે વરસાદ વરસાવી અમારી ખેતીને સીંચો છો જેથી અમને જીવન મળે છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે અમારા પ્રત્યે દ્વેષભાવ રાખે અથવા અમે કોઈથી દ્વેષ કરીએ તો હે ન્યાયકારી પ્રભો! આપ જ એના નિર્ણાયક છો. ☸️


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2JNrsfo
via IFTTT

No comments:

Post a Comment