🔥ઓ३મ🔥
#વિષ્ણુ_નામ
📕પૂર્વ કાલ માં #સૂર્ય નું નામ જ #વિષ્ણુ હતું. આ બાબતમાં સર્વ પ્રથમ #વિષ્ણુપુરાણ નું પ્રમાણ ➖
⚛️तत्र विष्णुश्च शक्रश्च जज्ञाते पुनरेव च।
अर्यमा चैव धाता च त्वष्टा पूषा तथैव च।(131)
⚛️विवस्वान् सविता चैव मित्रो वरूण एव च।
अंशो भगश्चादितिजा आदित्या द्वादश स्मृताः। (132)
📕વિષ્ણુ, શક્ર, અર્યમા, ધાતા, ત્વષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મિત્ર, વરુણ, અંશ અને ભગ, આ બાર નામ સૂર્ય ના છે.
હવે #મહાભારત નું પ્રમાણ ➖
⚛️धाताऽ र्यमा च मित्रश्च वरुर्णोंऽ शो भगस्तथा।
इन्द्रो विविस्वान् पुषा च त्वष्टा च सविता तथा।
पर्जन्यश्चैव विष्णुश्च आदित्या द्वादश स्मृताः।
📓 મહા. આદિપર્વ અધ્યાય 122/65-66
📕ઉપરોક્ત બન્ને પ્રમાણો થી સિધ્ધ થાય છે, કે પૂર્વ કાલ માં સૂર્ય નું નામ જ વિષ્ણુ હતું. અનેક નામોમાં અંતરિક્ષ નું પણ એક નામ #વિષ્ણુપદ છે.
⚛️वियद् विष्णुपदं वापि पुंस्याकाशविहायसी।।
📓અમરકોંશ, પ્રથમ કાંડ, વ્યોમ વર્ગ 2
જે હેતુ થી આકાશ મા સૂર્યનું સ્થાન છે, અતઃ વિષ્ણુ પદ પણ આકાશ નું જ નામ છે.
त्वष्टा ।सविता। भगः। सुर्यः। पूषा। विष्णुः। वैश्वानरः। वरुणः।
📓નિઘંટુ, અધ્યાય 5,ખંડ 6
ઉપરના શબ્દો ના ભાષ્યકાર મહર્ષિ યાસ્કાચાર્ય પણ સૂર્ય નો અર્થ વિષ્ણુ કર્યો છે વેદો માં તો અનેકો પ્રમાણ મોજુદ છે, જેના વડે સૂર્ય શબ્દ નો અર્થ યથાર્થ માં વિષ્ણુ થાય છે.
⚛️इरावती धेनुमती हि भूतं सूर्यवसिनी मनुष्ये दशस्या।
व्यस्तभ्ना रोदसी विष्णवेते दाधर्थ पृथिवीमभितो मयूखैः।
📓ઋગ્વેદ 7/99/3
🔥હે સૂર્ય! આ દ્યુલોક અને ભૂલોકને આપે ધારણ કરી રાખ્યું છે. આપના અનંત કિરણોથી અર્થાત આકર્ષણશક્તિ થી પૃથ્વિને ચારે તરફથી ધારણ કરી રહ્યા છો. 🔥
આ મંત્ર માં મયૂખ શબ્દ કિરણ વાચક છે. અહીં પણ વિષ્ણુ શબ્દ નો અર્થ સૂર્ય થાય છે.
આજ હેતુ ને લક્ષ્ય માં રાખિને કલ્પના કરવાવાળા ઓએ સૂર્ય નામથી જ પોતાના એક દેવ ને કલ્પિત કર્યો જેથી એ દેવતા નું નિરુપણ કરવામાં વેદોમાંથી પુષ્કળ સાધન સામગ્રી મળે.
#ત્રિદેવ_નિર્ણય
from Tumblr https://ift.tt/2OIsvAR
via IFTTT
No comments:
Post a Comment