આદિ શિવ ઓઉંકાર - છંદ ચર્ચરી
છંદ ચર્ચરી
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર, નિરંજન નિરાકાર, ઈશ્વર નામી,
દાયક નવ નિધિ ધ્વાર, ઓપત મહીમાં અપાર, સરજન સંસાર સાર સાર, શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જલ તરંગ, ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,
સુંદર મુર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ, ભજહું મન ભીમનાથ શંકર ભારી…૧
ભલકત હે ચંદ્ર ભાલ જલકત હે નૈન જ્વાલ, ઢલકત હે ગલ વિશાલ મુંડન માલા,
ધર્મ ભક્ત પ્રણતપાલ, નામ રટત સો નિહાલ, કાટત હે ફંદ કાલ દીન દયાલા,
શોભે યોગી સ્વરૂપ, સહત બ્રખા, સીત, ધુપ, ઘુર્જટી અનુપ ભસ્મ લેપન ધારી સુંદર…૨
ઘુમત શક્તિ ઘુમંડ, ભૂતનકે ઝુંડ ઝુંડ, ભભક્ત ગાજત બ્રહ્માંડ નાચત ભૈરુ,
કરધર ત્રીશૂલ કમંડ, રાક્ષસ દલ દેત દંડ, ખેલત શંભુ અખંડ ડહકત ડેરું,
દેવન કે પ્રભુદેવ, પ્રગડ સત્ય અપ્રમેવ, ચતુરાનન કરત સેવ નદી, સ્વારી. …૩
સોહત કૈલાસવાસ, દીપત ગુણપાસ દાસ, રંભા નિત કરત રાસ ઉત્સવ રાજે,
નિરખત અંધ હોત નાસ, તુરત મિટત કાલ ત્રાસ, હોવે મનકું હુલાસ, ભ્રમનાં ભાજે,
ચરચત ચર્ચરી છંદ, પિંગલ સબકું પસંદ, વંદન આનંદ હોત, વારંવારી, સુંદર….૪
from Tumblr http://ift.tt/1VKQeRI
via IFTTT
No comments:
Post a Comment