Friday, August 19, 2016

☝🏻પરમાત્મા કરે છે શું ??? શું ઇશ્વર સંસાર માં પાપીઓ નો નાશ કરવા આવે છે ?? શું ઇશ્વર પાપ ને ક્ષમા...

☝🏻પરમાત્મા કરે છે શું ???
શું ઇશ્વર સંસાર માં પાપીઓ નો નાશ કરવા આવે છે ??
શું ઇશ્વર પાપ ને ક્ષમા કરે છે ?? શું ઇશ્વર સહાય કરે છે ??

પરમાત્મા કેવા છે અને કરે છે શું તે વેદ જ્ઞાન થી જાણવું જોઈએ,તેનુ મુખ્ય કારણ છે કે પરમાત્માં એ સૃષ્ટિ નિર્માણ કરી મનુષ્યો ને જીવન જીવવા નાં સૂત્રો અને સૃષ્ટિ અને મનુષ્ય શરીર નું જ્ઞાન વેદો માં આપ્યું અને વેદો માંજ પોતાના ગુણો અને કાર્યો ને બતાવ્યા।

આ સિદ્ધાંત ની પુષ્ટિ માટે એટલું સમજીલો આપણાં બધાં મહાપુરુષ વેદોનેજ માનતા આવ્યાં છે, આજે પણ ગુરૂકુલો મા વેદ જ મુખ્ય છે।
રામાયણ થી લઇ ગીતા સુધી આદી ગ્રન્થો મા વારંવાર વેદનિજ ચર્ચા કરેલ છે ।

વેદ મા ઇશ્વર પોતાના માટે કહે છે

1: હું કદી જન્મ નથી લેતો,કદી શરીર નથી ધારણ કરતો,હુ નિરાકાર છું,હુ સૃષ્ટિ ને ઉત્પન્ન કરૂ છું અને પ્રલય કરૂ છુ અને મનુષ્યો ને તેમનાં કર્મ અનુસાર ફ્ળ આપુ છું।

2: મે સૃષ્ટિ ને જે વિજ્ઞાન આદી ગુણો થી બનાવી છે તે વિજ્ઞાન ને ઉપાસના થી મારી પાસે થી પ્રાપ્ત કરો

3: હે મનુષ્યો તમે ધર્મ ની રક્ષા માટે કર્મ કરો।


અર્થાત ઇશ્વર કદી કોઈ ને બચાવવા નથી આવતાં,કેમકે તે તેમનુ કામ નથી,તે મનુષ્ય નું પોતાનુ કર્તવ્ય છે ।

ઇશ્વર જ્ઞાન સ્વરુપ હોવા ને કારણે માત્ર જ્ઞાન આપે છે જો તમે તેમનુ ધ્યાન કરષો તો જ, જ્યારે મનુષ્ય સંકટ માં ફસાય ત્યારે તેને ઇશ્વર નું ધ્યાન કરવું જોઈએ અને સદબુદ્ધિ ની પ્રાથના કરવી જોઈએ, ઇશ્વર ધ્યાનનાં માધ્યમ થી જ્ઞાન પ્રેરણા અને ઉત્સાહ આપ્પે છે । સ્વયં કદી નથી આવતાં


ઉદહરણ જુઓ, શ્રી રામ ને બંધ નિર્માણની વિધી સુજતી ન હતી,તેમણે ઇશ્વર નું ધ્યાન કર્યું અને વિધી જાણી । પ્રમાણ-વાલ્મિકી રામાયણ

સમુદ્ર પ્રકટ થયો અને તેણે શ્રી રામ સાથે વાત કરી તે ટાઢાપોર નાં તુલસી દાસ જી એ વિજ્ઞાન વિરૂદ્ધ પોતાની કલ્પના જોડી।

હે હિન્દૂ ભાઇઓ-બહેનો પોતાના ધર્મ ની રક્ષા માટે મૂર્તિઓ અને દેવી દેવતા નાં ભરોસે ન બેઠી રહો ,યાદ કરો ગજની થી આવેલો લૂંટારો સોમનાથ ને તોડવા આવ્યો ત્યારે પણ લોકો મૂર્તિ સામે બેસી તેની મદદ માટે કર્મ હીન થઈ અને ત્રીજું નેત્ર ખોલવાની પ્રાથના કરતા હતાં લિંગ નાં કટકા કરી અને પોતાના વતન ગજની સુધી લઈ ગયો હતો, આપણી ઈજ્જત હજ્જારો ની સંખ્યા માં છડે ચોક આપણી માતાઓ અને બહેનો ને એક દીનાર ભારત કી ઈજ્જત કહી ને વેચી હતી અને યુવાનો ને મજૂર તરીકે હજ્જારો ની સંખ્યા માં લઈ ગયો હતો,તો કર્મ કરો,સંગઠિત બનો, મહાપુરુષો નાં જીવન થી સતત પ્રેરણા મેળવો અને ધ્યાન કરી ઇશ્વર પાસે થી જ્ઞાન પ્રાપ્ત કરો।
ઋગ્વેદ નું અંતિમ સુકત ઈશ્વરે સંગઠન સુકત તરીકે આપણ ને આપેલ છે, તો મઢ, મંદીર,સંપ્રદાય,ગુરુડગમ,નાત-જાત,ઉંચ-નીચ નાં ભેદ ભૂલી બધાં ચક્રવર્તી રાજ વાળા મહાન જેનાં નામ ઉપર થી મનુષ્ય,મેન થયુ તેવા આદી પૂર્વજ મહર્ષિ મનુ,રામ ,કૃષ્ણ જેવા ધીર,વીર,પરાક્રમી નાં વંશજો છીએ
“वेदोखिलो धर्म मूलं”
“ધર્મ નું મૂળ વેદ છે”
સંકલન કર્તા:-હેમંત સિંહ વિદ્યાર્થી
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼


from Tumblr http://ift.tt/2bQ8kSD
via IFTTT

No comments:

Post a Comment